NOTICE CONTENT
Public Notice
This is to inform the public that,
Registration District Ahmedabad Sub-
District and Taluka Sanand village
Moje Andej block number -
666 of He-Are-Choomi 1-86-00
that is 18600 square meters shaped
Rs. 7-05 paise with account number -
1337 old condition agricultural
land out of which 3900 square meters
land towards east is Kalpesh Kumar
Dinesh Bhai Patel, resident-
Ahmedabad has stated it to be his
full, independent, separate ownership and
possession, free from any encumbrances
and decided to sell it to our client.
Since the said land is clear and marketable
title, a certificate for the same has
been requested from us, therefore, if
any person,
Bank, firm or institution has any type of
right, interest, share, claim or
liability on the said land, then they
will have to inform us in writing along
with the proof within 7 days from the
publication of this notice at the address
mentioned below through registered post
A.D., if they fail to do so then it will
be considered that no one has any type
of right, interest, share, claim or
liability on the said land, if so, it
will be considered as removed and
we will issue the title clearance
certificate of the said land and the
purchase of the said land by our client
will be completed. Please note this.
Date: 10-06-2024
Vinod C. Darji
Advocate
223, Satyam Mall, Kameshwar School
Near, Saman Complex, opposite,
Satellite, Ahmedabad-380015
Phone No. +91 7979632558
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રજીસ્ટ્રેશન ડિસ્ટ્રીક્ટ અમદાવાદના સબ-
ડિસ્ટ્રીક્ટ તથા તાલુકા સાણંદના ગામ
મોજે અણદેજની સીમનાં બ્લોક નંબર-
૬૬૬ ની હે-આરે-ચોમી ૧-૮૬-૦૦
યાનેકે૧૮૬૦૦ચોરસમીટરની આકાર
રૂ.૭-૦૫ પૈસાવાળી ખાતા નંબર-
૧૩૩૭ ધરાવતી જુની શરતની ખેતીની
જમીન પૈકી પૂર્વ દિશા તરફની ૩૯૦૦
ચોરસમીટરની જમીન કલ્પેશકુમાર
દિનેશભાઈ પટેલ રહેવાસી-
અમદાવાદનાએ તેમનીસંપૂર્ણ, સ્વતંત્ર,
આગવી માલિકી તથા કબજા
ભોગવટાની બોજારહિત હોવાનુ
જણાવી તેમજ અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરી સદરહુ જમીન
અંગેનાં ટાઈટલ ક્લીયર અને માર્કેટેબલ
હોવા બદલના પ્રમાણપત્રની અમારી
પાસે માંગણી કરેલી છે, તો સદરહુ
જમીન ઉપર અત્ય જે કોઈપણ વક્તિ,
બેંક, પેઢી કે સંસ્થાનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો, દાવો
કે બોજો હોય તો તેઓએ આ જાહેર
નોટીસ પ્રસિઘ્ધ થયેથી દિન-૭ (સાત)
માં અમોને તે બદલના પુરાવા સહીત
લેખિત જાણ નીચેના સરનામે રજીસ્ટર્ડ
પોસ્ટ એ.ડી.થી કરવી, જો તેમ કરવામાં
નહિ આવે તો સદરહુ જમીન ઉપર અત્ય
કોઈનો કોઈપણ પ્રકારનોલાગભાગ, હક્ક,
હિત, હિસ્સો, દાવો કે બોજો નથી અને
હોય તો તે જતો કરેલો છે, તેમ સમજી
અમો સદરહુ જમીનનું ટાઈટલ કલીયરન્સ
સર્ટીફીકેટ આપીશું અને અમારા અસીલ
દ્વારા સદરહુ જમીન ખરીદવાની કાર્યવાહી
પૂર્ણ કરવામાં આવશે. જેની નોંધ લેવી.
તારીખ : ૧૦-૦૬-૨૦૨૪
વિનોદ સી. દરજી
એડવોકેટ
૨૨૩, સત્યમ મોલ, કામેશ્વર સ્કુલ
પાસે, સમાન કોમ્પલેક્ષની સામે,
સેટેલાઈટ, અમદાવાદ-૩૮૦૦૧૫
ફોન નં. +૯૧ ૭૯૭૯૬૩૨૫૫૮