NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that
The agricultural land of the old conditions of plot number - 1303, block / survey number - 850, 7-59-80 ha.ch.mi., shape - 2.44 and plot number - 1304, block / survey number - 953, 3-07-56 ha.ch.mi., shape - 4.19 situated in the limits of village Bavliyari, taluka Dholera, district Ahmedabad is in the name of Rohit Pethabhai on the revenue record.
It has been stated that the said property is free from encumbrances and free from legal disputes and has requested a title clear certificate from us. Therefore, this public notice is being given to inform the concerned surveyors that if any person or financial institution has any share, right, interest, relationship, claim, burden, charge, pledge right, gunot right or any right regarding food and clothing in the said property, then they should inform the address mentioned below by registered post within 7 (seven) days from the date of publication of this notice along with attested copies of the necessary documentary evidence. If they fail to do so, it will be understood that there is no share, right, interest of any person or financial institution in the said property and if there is, all such rights have been waived in favour of the owners of the said property and the title clear certificate of the said property will be given and thereafter no one will be able to make any objection whatsoever. All concerned shall take note.
Date: 05/06/2024
N. J. Makwana (Advocate)
Firoj B. Mansuri (Advocate)
Sakib H. Sindhi (Advocate)
For N. J. Associates
(Legal Advisor and Advocates)
401, 6th Floor, Panchdhara Complex,
Near T.G.B., S.G. Highway,
Bodakdev, Ahmedabad - 380054
Phone: 91734 85042
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે
ડીસ્ટ્રીકટ અમદાવાદના તાલુકા
ધોલેરાના મોજે બાવલીયારીની સીમના
ખાતા નંબર-૧૩૦૩ ના બ્લોક/ સર્વે
નંબર-૮૫૦ ની ૭-૫૯-૮૦
હે.આ.ચો.મી.,આકાર-૨.૪૪ તેમજ
ખાતા નંબર-૧૩૦૪ ના બ્લોક/ સર્વે
નંબર-૯૫૩ ની ૩-૦૭-૫૬
હે.આ.ચો.મી.,આકાર-૪.૧૯ વાળી
જુની શરતની ખેતીની જમીન રોહિત
પેથાભાઈના નામે રેવન્યુ રેકર્ડ ઉપર
માલીક તરીકે બોજા રહીત અને કાનુની
વિવાદોથી પર હોવાનું જણાવી અમારી
પાસે ટાઈટલ કલીયર સર્ટીફિકેટની
માંગણી કરેલ છે. જેથી આ જાહેર
નોટીસ આપી લાગતા વળગતા સર્વેને
જણાવવામાં આવે છે કે સદર મીલકતમાં
કોઈપણ ઈસમ કે નાણાંકીય સંસ્થાનો
કોઈપણ પ્રકારનો લાગભાગ, હકક,
હિસ્સો, હિત, સંબંધ, દાવો, બોજો,
અલાખો, ગીરો હકક, ગણોત હકક કે
ખોરાકી પોષાકી અંગેના કોઈ હકક હોય
તો તેઓએ સદર નોટીસ પ્રસિઘ્ધ થયેથી
દીન-૭ (સાત) ની અંદર જરૂરી
દસ્તાવેજી પુરાવાઓની પ્રમાણીત
નકલો સાથે નીચે જણાવેલ સરનામે
રજી. પોસ્ટથી જાણ કરવી. જો તેમ
કરવામાં કસુર કરવામાં આવશે તો
સદર મીલકતમાં અન્ય કોઈ ઈસમો
કે નાણાંકીય સંસ્થાનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હકક, હિસ્સો
નથી અને હોય તો તેવા તમામ હકકો
તેઓએ સદર મીલકતના માલિકોની
તરફેણમાં જતા યાને વેઈવ કર્યા
હોવાનું સમજીને સદર મીલકતનું
ટાઈટલ ક્લીયર સર્ટીફિકેટ આપવામાં
આવશે અને ત્યારબાદ કોઈની
કોઈપણ પ્રકારની તકરાર ચાલશે નહીં
જેની લાગતા વળગતા તમામે નોંધ
લેવી.
તા: ૦૫/૦૬/૨૦૨૪
એન. જે. મકવાણા (એડવોકેટ)
ફીરોજ બી. મનસુરી (એડવોકેટ)
સાકીબ એચ. સિંધી (એડવોકેટ)
ફોર એન. જે. એસોસિએટસ
(લીગલ એડવાઈઝર એન્ડ એડવોકેટસ)
૪૦૧, ૬ઠ્ઠો માળ, પંચધારા કોમ્પ્લેક્ષ,
ટી.જી.બી. પાસે, એસ.જી. હાઈવે,
બોડકદેવ, અમદાવાદ-૩૮૦૦૫૪
ફોનઃ ૯૧૭૩૪ ૮૫૦૪૨