NOTICE CONTENT
:: Public Notice ::
I, Mitesh N. Desai, Advocate, hereby issue this public notice as per the instructions and request of my client, Monish Kishorbhai Shah, residing at Sameer Bungalow, opposite Vaghavadi Road, Bhavnagar.
My client resides in Bhavnagar city and is involved in business. My client's friend, Girish Asandas Rajai, residing in Bhavnagar, was a classmate during school days. Due to their friendship, in January 2025, he requested a hand loan of Rs. 5,00,000/- for two months. My client provided the hand loan. Upon completion of the two-month period, Girish Asandas Rajai issued H.D.F.C. Bank cheque No. 000115 for the legally owed amount to my client. The cheque was returned, and a notice was sent to Girish Asandas Rajai at his residential and shop addresses. While Girish Asandas Rajai owes my client the outstanding amount, a notice regarding the sale of property located on Hill Drive Road, Lease Hold Plot No. 2222/A-B-2, with an area of 68.05 sq.mt of land, totaling 84.368 sq.mt, including the 124.74 construction on it, property registered with City Survey Office Ward No. 7, Sheet No. 333, Survey No. 2913/B-3 and 2913/B-4, was published in the Bhavnagar edition of Gujarat Samachar newspaper on 26/08/2025. As he is trying to sink the amount due to my client, a Civil Suit will be filed in Bhavnagar Civil Court regarding the property at Hill Drive Plot No. 2222/A-B-2 to recover the outstanding amount, and action will be taken within eight days for a permanent injunction and attachment before judgment regarding the property. Simultaneously, criminal proceedings will also be initiated. This is hereby notified to all concerned.
Bhavnagar Date: 02-09-2025
Through our office, as per the client's instructions.
Office: No. 136, Kaveri Complex, Mitesh N. Desai
Navapara, Bhavnagar. Mo. 9824244555 Advocate
ગુજરાતી નોટિસ
:ઃ જાહેર નોટીસ ::
અમો વકીલ મિતેષ એન. દેસાઈ. એડવોકેટ તે આથી અમારા અસીલ
મોનીશ કિશોરભાઈ શાહ. રહે.સમીર બંગલાની સામે, વાઘાવાડી રોડ,
ભાવનગરના તરફથી મળેલ સુચના અને ફરમાઈશ અનુસાર આ જાહેર નોટીસ આપી
જણાવીએ છીએકે,
અમોના અસીલ ભાવનગર શહેરમાં રહે છે અને વેપાર, ધંધો કરતા હોય અમારા
અસીલના મિત્ર ગીરીશ આસનદાસ રાજાઈ રહે.ભાવનગર સ્કુલ સમય દરમ્યાન સાથે
ભણતા હોય ત્યારે મિત્રતા હોવાના સંબંધે જાન્યુઆરી-૨૦૨૫ માં બે મહિના માટે
રુ।.૫,૦૦,૦૦૦/- ની હાથ ઉછીની રકમની માંગણી કરતા અમારા અસીલે હાથ ઉછીની
રકમ આપેલ અને બે મહિનાનો સમય પુરો થતા આ ગીરીશ આસનદાસ રાજાઈએ
અમારા અસીલની કાયદેસરની લેણી રકમ અન્વયે એચ.ડી.એફ.સી. બેન્કનો ચેક
નં.૦૦૦૧૧૫ નો આપેલ જે ચેક રીટર્ન થતા ગીરીશ આસનદાસ રાજાઈને તેમના
રહેણાંકના સરનામે તથા દુકાનનાં સરનામે નોટીસ પાઠવેલ છે અને આ ગીરીશ
આસનદાસ રાજાઈ પાસે અમારા અસીલની બાકી લેણી નિકળતી રકમ ઉભી હોય તે
સમય દરમ્યાન ગુજરાત સમાચાર વર્તમાનપત્રની ભાવનગરની આવૃતિમાં
તા.૨૬/૦૮/૨૦૨૫ ના રોજ હિલડ્રાઈવ રોડ ઉપર આવેલ લીઝ હોલ્ડ પ્લોટ
નં.૨૨૨૨/એ-બી-૨ કે જેનું ક્ષેત્રફળ ૬૮.૦૫ ચો.મી. જમીન મળી કુલ ૮૪.૩૬૮
ચો.મી. તથા તેના ઉપર આવેલ ૧૨૪.૭૪ ના બાંધકામ સહિતની મિલકત જે સીટી સર્વે
કચેરી વોર્ડ નં.૭, શીટ નં.૩૩૩ ના સર્વે નં.૨૯૧૩/બ-૩ તથા ૨૯૧૩/બ-૪ પૈકીથી
નોંધાયેલ મિલકત વેચવા બાબતેની નોટીસ પ્રસિધ્ધ થતા અમારા અસીલની લેણી રકમ
ડુબાડવા પ્રયત્ન કરી રહેલ હોય અને તેમની પાસે બાકી લેણી રકમ વસુલ મેળવવા
ભાવનગર સીવીલ કોર્ટમાં હિલડ્રાઈવના પ્લોટ નં.૨૨૨૨/એ-બી-૨ વાળી મિલકત
અન્વયે સીવીલ સ્યુટ દાખલ કરી અને મિલકત બાબતેનો કાયમી મનાઈ હુકમ તેમજ
એટેચમેન્ટ બીફોર જજમેન્ટની આઠ દિવસમાં કાર્યવાહી કરવાના હોય તથા સાથોસાથ
ફોજદારી રાહે પગલા ભરવાના હોય જેની લાગતા વળગતા સર્વેને આથી જણાવીએ
છીએ.
ભાવનગર તા. ૦૨-૦૯-૨૦૨૫ અસીલની સુચનાથી અમારા મારફત
ઓફીસ : નં. ૧૩૬, કાવેરી કોમ્પ્લેક્ષ, મિતેષ એન. દેસાઈ
નવાપરા, ભાવનગર. મો. ૯૮૨૪૨૪૪૫૫૫ એડવોકેટ