NOTICE CONTENT
Public Notice
It is hereby informed to the general public that Ravi Kumar Vishnuji Vaghela, a resident of Ahmedabad, possessing agricultural land in the boundaries of Survey/Block number- 708 (Old survey number 114/ 8 A) of Village Moj Chandrasan, Sub-District and Taluka Kadi, District Mahesana, with account number-1966, covering an area of 12792 square meters under their complete, independent, sole ownership and possession, has decided to sell this land to our principal. Moreover, our principal has requested us for a certificate regarding the clear and marketable title of the above-mentioned property owner. We have published this public notice in accordance and under the directions and consent of our principal. If anyone has any objection, dispute, claim, right, interest, share, burden, lien, or any other kind of document or transfer agreement concerning this land or any part of it, derived from any relationship-based rights, they should provide written notice with evidence (claims without evidence will not be considered) to the provided address below within 7 days from the publication of this notice. If no action is taken within the specified time, it will be assumed that all the rights have been waived off and no disputes will be entertained thereafter. Please take note. Date: 30-05-2024.
Hitesh M. Raval
Advocate,
H. M. Raval & Company,
Advocates,
D-Block, Ground Floor, Satyam Corporate Square, Opposite Astral House,
Off Sindhubhavan Road, Bodakdev,
Ahmedabad-380054.
Phone: (Office) 26762040
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
રવિકુમાર વિષ્ણુજી વાઘેલા, રહેવાસી-
અમદાવાદનાએ રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ
મહેસાણાનાસબ-ડીસ્ટ્રીકટ અને તાલુકા
કડીના ગામ મોજે ચંન્દ્રાસણની સીમના
રી સર્વે અનુસારના સર્વે/બ્લોક નંબર-
૭૦૮ (જુના સર્વે નંબર-૧૧૪/ ૮ અ)
ના ખાતા નંબર-૧૯૬૬ની હે-આરે-
ચોમી ૧-૨૭- ૯ર યાને કે ૧૨૭૯૨
ચોરસમીટરની ખેતીની જમીન તેમની
સંપૂર્ણ, સ્વતંત્ર, આગવી માલિકી અને
કબજા ભોગવટાની હોવાનું જણાવી
સદરહુ જમીન અમારા અસીલને વેચાણ
આપવાનું નક્કી કરેલ છે તથા અમારા
અસીલે સદરહુ જમીન અંગેના ઉપરોક્ત
જમીન માલિકના ટાઈટલ કલીયર અને
માર્કેટેબલ હોવા બદલના અભિપ્રાય
અંગેના પ્રમાણપત્રની અમારી પાસે
માંગણી કરેલી છે અને અમારા અસીલે
રજુ કરેલ ઉપરોક્ત જમીન માલિકનું
સંમતિપત્ર તેમજ અમારા અસીલની
સુચના અને સંમતિ અનુસાર આ
જાહેર નોટીસ પ્રસિદ્ધ કરાવેલ છે તો
સદરહુ જમીન ઉપર કે તેના કોઈપણ
ભાગ અંગે કોઈનો કોઈપણ પ્રકારનો
વાંધો, તકરાર, દાવાદુવી હોય કે
લાગભાગ, હક્ક, હિત, હિસ્સો,
બોજો, લીયન હોય કે સદરહુ જમીન
ઉપર કોઈના કોઈપણ પ્રકારના
બાનાચિટ્ઠી, બાનાખત કે અન્ય કોઈ
ટ્રૉન્સફર કરારના કે અન્ય કોઈ રીતે
કોઈ હિત સંબંધથી પ્રાપ્ થતાં હક્કો
હોય તો તેઓએ આ જાહેર નોટીસ
પ્રસિઘ્ધ થયેથી દિન-૭(સાત)માં તે
બદલના પુરાવા સહિત (પુરાવા
સિવાયના વાંધા ઘ્યાન ઉપર લેવામાં
આવશે નહિ) લેખિત જાણ પત્ર દ્વારા
નીચેના સરનામે કરવી અને જો તેમ
કરવામાં નહીં આવે તો સદરહુ જમીન
ઉપર કે તેના કોઈપણ ભાગ અંગે કોઈનો
કોઈપણ પ્રકારનો વાંધો, તકરાર,
દાવાદુવી કે લાગભાગ, હક્ક, હિત,
હિસ્સો, બોજો, લીયન કે કોઈના
કોઈપણ પ્રકારના બાનાચિટ્ઠી, બાનાખત
કે અન્ય કોઈ ટ્રાન્સફર કરારના કે અન્ય
કોઈ રીતે કોઈ હિત સંબંધથી પ્રા થતાં
હક્કો તથી અને હોય, તો તે જતા (વેવ)
કરેલ છે, તેમ સમજી અમો સદરહુ
જમીનના ટાઈટલ કલીયરન્સના
અભિપ્રાય અંગેનું પ્રમાણપત્ર આપીશું
તથા અમારા અસીલ સદરહુ જમીનના
વેચાણની કાર્યવાહી પુર્ણ કરશે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં. તેની નોંધ લેશો.
તારીખ ૩૦-૦૫-૨૦૨૪.
હિતેષ એમ. રાવલ
એડવોકેટ,
એચ. એમ. રાવલ એન્ડ કંપની,
એડવોકેટ્સ,
ડી-બ્લોક, ગ્રાઉન્ડ ફલોર, સત્યમ
કોર્પોરેટ સ્કવેર, એસ્ટ્રલ હાઉસ સામે,
ઓફ સિંધુભવન રોડ, બોડકદેવ,
અમદાવાદ-૩૮૦૦૫૪.
ફોનઃ (ઓફીસ) ૨૬૭૬૨૦૪૦