NOTICE CONTENT
Public Notice
We, Advocate Idrish M. Bengali, hereby inform on instruction and request of our clients (1) Mukeshbhai Amratlal Patel and (2) Maheshbhai Ramanlal Patel, both residents of Kalol, that land with old survey no. 1875, 189/1, 189/2 and 189/3, block no. 216, measuring 15479 sq. m., included in TP Scheme No. 36 as Final Plot No. 98, with area of land for Final Plot being 9287 sq. m. Our clients made a sale contract on 22-8-14 with heirs of Somaji Pathaji, namely Galaji Somaji, Lasiben Somaji, Manguben Somaji, Bejaben Somaji, Shakuben Somaji, and Hiraben Somaji. Following this, a supplementary contract was made and our clients have paid the consideration. A decree has been made in favor of our clients for this land by the Relevant Court under decree no. 32/19 on 9-3-19. Our clients hold the current legal and official rights for the mentioned land as per the documentations made and judicial decisions taken. It has been notified and recorded in the revenue records and is hence authenticated. Despite this fact, Galaji Somaji, Lasiben Somaji, Shakuben Somaji, Ranjitsingh Mansingh Jhala (Rajput), and Baijiben also known as Bejaben proceeding against the court’s order have facilitated unauthorized and illegal transfer and dealings which are subject to legal civil and criminal proceedings initiated by our clients. Note this with seriousness.
Ahmedabad
Date: 29-5-24
Idrish M. Bengali
B.A., LL.M., Advocate
Irfan I. Bengali
B.Sc., LL.B., Advocate
Idrish Bengali & Associates
Advocates-Law firm since 1980
IB Law Chambers
Behind City Gold Cinema, Near Railway Line, Navrangpura, Ashram Road, Ahmedabad-9
Phone No: 26586657, 26586658
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
અમો એડવોકેટ ઈદરીશ એમ. બંગાલી
તૈ આથી અમારા અસીલો (૧)
મુકેશભાઈ અમરતલાલ પટેલ તથા (૨)
મહેશભાઈ રમણલાલ પટેલ, બંને ઠે.
કલોલનાની સુચના અને ફરમાઈશથી
આ જાહેર નોટીસ આપી જણાવીએ
છીએ કે, મોજે ગામ છારોડી, તાલુકો
ઘાટલોડીયા, જીલ્લો અમદાવાદનાજુના
સર્વે નં.૧૮૭૫ૈકી, ૧૮૯/૧, ૧૮૯/૨
તથા ૧૮૯/૩, બ્લોક નં.૨૧૬ની
૧૫૪૭૯ ચો.મી. જમીન કે જેનો
સમાવેશ ટી.પી. સ્કીમ નં.૩૬માં થતા
તેને ફાયનલ પ્લોટ નં.૯૮ આપવામાં
આવેલ છે અને તે ફાયનલ પ્લોટની
જમીનનું ક્ષેત્રફળ ૯૨૮૭ ચો.મી.
જમીન છે તે પૈકી ૫૧૫૯ ચો.મી.
ક્ષેત્રફળની જમીન અંગે સોમાજી
પથાજીના વારસો એટલે કે ગલાજી
સોમાજી, લસીબેન સોમાજી, મંગુબેન
સોમાજી, બેજાબેન સોમાજી, શકુબેન
સોમાજી તથા હીરાબેન સોમાજીએ
અમારા અસીલોને તા.૨૨-૮-૧૪ ના
રોજ બાનાખતનો કરાર કરી આપેલ છે
અને તેના અનુસંધાને અમારા
અસીલોએ કિંમતી અવેજ ચુકવતા તેઓ
સર્વેએ અમારા અસીલોને સપ્લીમેન્ટરી
કરાર કરી આપેલ છે. સદરહુ
બાનાખતનો કરાર તથા સપ્લીમેન્ટર
કરારના આધારે અમારા અસીલોએ
નામદાર કોર્ટમાં રે. દિ.મુ. નં.૩૨/
૧૯થી દાવો કરેલો જેમાં તા.૯-૩-
૧૯ના રોજ અમારા અસીલોની
તરફેણમાં હુકમનામુ થયેલ છે. તે રીતે
સદરહુ જમીનના અમારા અસીલો
બાનાખત હોલ્ડર છે તથા ડીક્રી હોલ્ડર
છે અને તે રીતે સદરહુ જમીનમાં અમારા
અસીલોનો કાયદેસર હકક હીસ્સો છે.
સદરહુ હુકમનામા મુજબ નામદાર
કોર્ટના કાયમી મનાઈહુકમની રેવન્યુ
રેકર્ડમાં નોધ પડેલી છે અને તે પ્રમાણીત
થયેલી છે. સદર હકીકત હોવા છતાં
ગલાજી સોમાજી, લસીબેન સોમાજી,
શકુબેન સોમાજી તથા રણજીતસિંહ
માનસિંહ ઝાલા (રાજપુત) તથા
બઈજીબેન ઉર્ફે બેજાબેન તે સોમાજી
પથાજીની દિકરી તે કાળાજી ઠાકોરના
પત્નિનાએ પિયુષભાઈ વાસુદેવભાઈ
અગ્રવાલ, રમેશચંદ્ર કેદારમલ
અગ્રવાલ, અંજલીબેન પીયુષભાઈ
અગ્રવાલ તથા વિપુલભાઈ રમેશચંદ્ર
અગ્રવાલને કોર્ટના હુકમનો અનાદર
કરી વેચાણ દસ્તાવેજના અનુસંધાને
a દસ્તાવેજ કરી આપેલ છે
અને તેથી તે અંગે અમારા અસીલો
કાયદેસરની કાર્યવાળી કરી રહ્યા છે.
વધુમાં સદરહુ જમીનમાં અમારા
અસીલોનું હિત હોઈ અમારા અસીલોની
સંમતી સીવાય કોઈએ સદરહુ જમીન
અંગે કોઈ કરાર, લખાણ કે તબદીલીના
વ્યવહાર કરવા કરાવવા નહીં કે
નાણાંકીય વ્યવહાર કરવા કરાવવા નહીં
અને કરશે તો તે બીનઅધીકૂત અતે
ગેરકાયદેસર ગણાશે અને તે વિરૂઘ્ધ
અમારા અસીલો લાગતા વળગતા સામે
દિવાની ફોજદારી રાહે કાયદેસરની
કાર્યવાહી કરશે જેની ગંભીરતાપુર્વક
નોધદેશો.
અમદાવાદ
તા.૨૯-૫-૨૪
ઈદરીશ એમ.બંગાલી
B.A., LL.M., એડવોકેટ
ઈરફાન આઈ.બંગાલી
B.Sc., LL.B., એડવોકેટ
ઈદરીશ બંગાલી એન્ડ એસોસીએટસ
એડવોકેટસ-Law firm since 1980
ટ. IB Law Chambers
સીટી ગોલ્ડ સીનેમાની પાછળ, રેલ્વે
લાઈનપાસે, નવરંગપુરા, આશ્રમ રોડ,
અમદાવાદ-૯
ફોન નં.૨૬૫૮૬૬૫૭, ૨૬૫૮૬૬૫૮