NOTICE CONTENT
Public Notice
This is to inform the general public that,
District Ahmedabad, Registration Sub-District Ahmedabad-9 (Bopal),
Taluk Ghatlodiya, Moje Village Ghumani, Revenue Block/Survey
Number-238, non-agricultural land
Chetan Cooperative Housing Society Limited
Different plots among the plots located in
Plot Number-911
Area 440 sq. yard or
367.89 sq. meter open
Rajiv Chajer, daughter of, and Ramesh Bhandari,
Resident: C-8/10, Arjun Marg
D.L.F. Phase-1, Sikanderpur,
Gurgaon, Haryana-122002, has
The land of the said plot is their
Full independent ownership and direct
Possession and enjoyment and all
Types of encumbrances are free
It has been informed to us that a title
Clearance certificate has been requested.
Furthermore, the land of the said plot
Share certificate number-307 share
Serial number-1531 to 1535
Date-17/03/1994 original share
Share Certificate "Chetan Cooperative
Housing Society Limited”
Issued by the original share
Certificate has been lost by the said owner
It is not found.
Therefore, those individuals whose
The said plot of land based on the above original
Share certificate any
Type of involvement, right, share
Charge or encumbrance or lien charge
If you have any, then you must notify this notice
Published since day-7 (seven) at the following
Address, by Reg. A.D. in writing
Provide proof and if
Fail to do so, the above
No one in the land of
Any kind of involvement, right, share
Is not sustainable and if sustainable then it goes
Or WAIVE (WAIVE) and
Thereafter no one's complaint
Will continue, which is hereby
Take serious note.
Date-06/06/2024
Sunti H. Raval (Advocate)
15, Hari Om Villa, Iskon Flower
Near flat, Bopal-Ghumar Road,
Bopal, Ahmedabad-380058
Mobile Number - 99138 49799
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવાનું કે,
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ રજીસ્ટ્રેશન સબ-
ડિસ્ટ્રીક્ટ અમદાવાદ-૯ (બોપલ)ના
તાલુકે ઘાટલોડીયાના મોજે ગામ
ઘુમાની સીમના રેવન્યુ બ્લોક/સર્વે
નંબર-૨૩૮ ની બીનખેતીની જમીન
ઉપર ચેતન કો.ઓપરેટીવ હાઉસીંગ
સોસાયટી લીમીટેડ માં આવેલ જુદા
જુદા પ્લોટો પૈકી પ્લોટ નંબર-૯૧૧
ક્ષેત્રફળ ૪૪૦ સમચોરસવાર યાને કે
૩૬૭.૮૯ સમચોરસમીટર ખુલ્લા
પ્લોટવાળી જમીન નિયતી તે રાજીવ
છાજેરની દિકરી અને રમેશ ભંડારીના
પતી રહેવાસી: સી-૮/૧૦, અર્જુનમાર્ગ
ડી.એલ.એફ. ફેઝ-૧, સિકંદરપુર,
ગુરગાંવ, હરીયાણા-૧૨૨૦૦૨નાએ
એ સદરહુ પ્લોટવાળી જમીન તેઓની
કુલ સ્વતંત્ર માલિકીની અને પ્રત્યક્ષ
કબજા ભોગવટાની તથા તમામ
પ્રકારના બોજાઓથી મુક્ત આવેલ
હોવાનું જણાવી અમારી પાસે ટાઈટલ
ક્લીયરજ્સ સર્ટીફિકેટની માંગણી કરેલ
છે. વધુમાં સદરહુ પ્લોટવાળી જમીન
અંગે શેર સર્ટીફિકેટ નંબર-૩૦૭ શેર
અનુક્રમ નંબર- ૧૫૩૧ થી ૧૫૩૫
તારીખ-૧૭/૦૩/૧૯૯૪ નું અસલ શેર
સર્ટીફિકેટ “ચેતન કો.ઓપરેટીવ
હાઉસીંગ સોસાયટી લીમીટેડ” દ્વારા
ઈશ્યુ કરવામાં આવેલ તે અસલ શેર
સર્ટીફીકેટ મજકુર માલિક દ્વારા ગુમાઈ
ગયેલ છે અને તે મળી આવતું નથી.
સબબ સર્વે શખ્સો કે જેમનો સદરહુ
પ્લોટવાળી જમીનમાં ઉપરોકત અસલ
શેર સર્ટીફીકેટને આધારે કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક, હિસ્સો
ચાર્જ કે બોજો કે લિયન ચાર્જ પોષાતા
હોય તો તેઓએ આ નોટીસ પ્રસિઘ્ધ
થયેથી દિન-૭ (સાત)માં નીચેના
સરનામે રજી. એ.ડી. દ્વારા લેખિત
પુરાવા સહિત જાણ કરવી અને તેમ
કરવામાં કસૂર થયેથી ઉપરોક્ત
જમીનમાં કોઈનો કોઈપણ પ્રકારનો
લાગભાગ, હક્ક, હિસ્સો પોષાતો
નથી અને પોષાતો હોય તો તે જતો
યાને કે વેઈવ (WAIVE) કરેલ છે અને
ત્યારબાદ કોઈની કોઈપણ પ્રકારની
તકરાર ચાલશે નહીં, જેની આથી
ગંભીર નોંધ લેવી.
તારીખ-૦૬/૦૬/૨૦૨૪
સુણ્ટિ એચ. રાવલ (એડવોકેટ)
૧૫, હરીઓમ વીલા, ઇસ્કોન ફ્લાવર
ફલેટની પાસે, બોપલ-ઘુમા રોડ,
બોપલ, અમદાવાદ-૩૮૦૦૫૮
મોબાઈલ નંબર - ૯૯૧૩૮ ૪૯૭૯૯