NOTICE CONTENT
Public Notice. This is to inform the public that, in the area of Narsanda village, Taluka Nadiad, District Kheda, within block no. 1627, the land with survey no. 1381/19011, measuring in square meters is owned independently by Lalitaben widow of Harshadbhai Chhotabhai Patel, Prakashbhai Harshadbhai Patel, resident of 128, Azad Chowk, Narsanda, Kheda, Nadiad and Bhavnaben, daughter of Harshadbhai Chhotabhai Patel, residing at Shreeji Sadan, opposite Vaibhav Cinema, Bakrol Road, Vallabh Vidyanagar, Anand. They have claimed the said property to be completely free from all encumbrances and have demanded a Title Clearance Certificate from us. Therefore, any persons having any claim, rights, shares, burdens, or anything of the sort within seven days should provide written evidence to the address below, or it will be assumed that no such claims exist and the Title Clearance Certificate will be issued accordingly, following which no complaints will be entertained. Date: 30/05/2024, Shantilal & Company (Ahmedabad), Advocates & Solicitors, Place: 801, President House, opposite C.N. School, Ambawadi, Ahmedabad - 380006. Tel. No.-26561675.
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ
આથી જાહેર જનતાને જણાવવામાં
આવે છે કે, ડિસ્ટ્રીકટ ખેડા તાલુકે
નડીઆદ ગ્રામ્યના મોજે નરસંડાની
સીમમાં આવેલ બ્લૉક નં.-૧૬૨૭
પૈકીનાખાતાનં.-૧૩૮૧ની૧૯૦૧૧
ચોરસમીટર વાળી જમીન લલીતાબેન
તૈ હર્ષદભાઈ છોટાભાઈ પટેલના
વિધવા, પ્રકાશભાઈ હર્ષદભાઈ પટેલ,
રહેવાસી-૧૨૮, આઝાદ ચોક,
નરસંડા, ખેડા, નડીયાદ અને
ભાવનાબેન તે હર્ષદભાઈ છોટાભાઈ
પટેલના દિકરી, રહેવાસી-શ્રીજી સદન,
વૈભવ સિનેમા સામે, બાકરોલ રોડ,
વલ્લભ વિદ્યાનગર, આણંદનાએ
પોતાની સ્વતંત્ર માલિકી કબજા
ભોગવટાની તથા તમામ પ્રકારના
બોજાઓથી સંપૂર્ણપણે મુક્ત હોવાનું
જણાવી અતે અમારી પાસે સદરહુ
જમીન અંગે ટાઈટલ ક્લીઅરન્સ
સર્ટિફીકેટની માંગણી કરેલ છે. તો સર્વે
શખ્સો કે જે જમીનમાં કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક હીસ્સો, બોજો
કે અલાખો વિગેરે ધરાવતાં હોય તો
તેમણે તે અંગેની લેખિત જાણ દિન-૦૭
(સાત) માં તે અંગેના તમામ લેખિત
પુરાવાઓ સહિત નીચેનાં સરનામે
કરવી, જો તેમ કરવામાં નહીં આવે તો
સદરહુ જમીનમાં અન્ય કોઈનો કોઈપણ
પ્રકારનો લાગભાગ, હક્ક હિસ્સો, બોજો
કે અલાખો નથી અને જો હોય તો તે
જતો કરેલ છે તેમ માની સદરહુ જમીન
અંગે ટાઈટલ ક્લીઅરન્સ સર્ટિફીકેટ
આપી દેવામાં આવશે અને ત્યારબાદ
કોઈની કોઈપણ પ્રકારની તકરાર ચાલશે
નહીં તે જાણવું.
આજ તારીખ-૩૦/૦૫/૨૦૨૪
શાંતિલાલ એન્ડ કંપની, (અમદાવાદ)
એડવોકેટ્સ એન્ડ સોલિસીટર
ઠે. ૮૦૧, પ્રેસિડેન્ટ હાઉસ, સી.એન.
વિદ્યાલય સામે, આંબાવાડી,
અમદાવાદ - ૩૮૦ ૦૦૬.
ટેલી નં.-૨૬૫૬૧૬૭૫.