DISTRICT Gandhinagar
TALUKA Gandhinagar
VILLAGE Por
CITY ahmedabad
FINAL PLOT# 659/A
SURVEY# 247
NOTICE CONTENT
Public Notice District Sub-District Gandhinagar, Taluk- Gandhinagar, Moje village Porni New Block No.- 247 (Old Block No. 659/A) which has an area of 39356 sq.m. out of the property, 26705.48 sq.m. was sold by Late Dahyabhai Lalubhai Patel in the name of our clients' ancestors in 1972 and 1980, and regarding which original owners like Late Kaliben Bhulabhai Patel, Late Shamal Bhai Bhulabhai Patel and Late Hiraben Bhulabhai Patel together have made legal documents regarding the sale, and the possession of the said property has been given to our clients' ancestors in the year 1972 to 1980. Since then they have been the owner and possessor. After the demise of our clients' ancestors, our clients (1) Pravinbhai Dahyabhai Patel (2) Late Ravjibhai Dahyabhai Patel's heirs (2.1) Ashok Bhai Ravjibhai Patel (2.2) Sangitaben Ravjibhai Patel (2.3) Anitaben Ravjibhai Patel (3) Late Dashrath Bhai Dahyabhai Patel's heirs (3.1) Sumitrabai, she is the widow of Late Dashrathbhai Dahyabhai Patel (3.2) Kaushal alias Hitesh Dashrathbhai Patel (3.3) Savan alias Swami Dashrathbhai Patel (4) Kusumben, she is the daughter of Late Dahyabhai Lalubhai Patel, have inherited the said property by virtue of inheritance and have direct possession and have been cultivating and are cultivating. And this is our property ownership, possession and enjoyment. Our clients have filed a suit No. RD/MS No. 21/2012 in the court of the Hon'ble Principal Civil Judge, Gandhinagar against the original owners and have submitted an application seeking an injunction along with the suit and the Honorable Court has ordered to maintain the status quo of the property in the suit regarding the injunction application and the order is in force. No one has any right, share or interest in the said property, so the said property belongs to the Late Kaliben, daughter of Bhulabhai Jiwabhai Patel, whose heirs are Jagdishbhai Chuni Bhai Patel and Late Popat Bhai Chuni Bhai Patel's heirs (1) Ramaben Popatbhai Patel (2) Jayshreeben Popatbhai Patel (3) Kaushikbhai Popatbhai Patel (4) Smitaben Popatbhai Patel (5) Mukeshbhai Popatbhai Patel, no one should carry out any transactions related to the sale of the said property like a promissory note, banakhat, sale agreement, document, or any other kind of proceedings, and no person or individual should carry out any financial transactions related to the sale of the said property, our clients will not be bound by it, take note. Through me Archana P. Patel Advocate Mob. 9974100312 330, Saraswatinagar C.O.H. Society, Ambawadi, Ahmedabad
ગુજરાતી નોટિસ
જાહેર નોટિસ ડીસ્ટ્રીક્ટ સબ-ડીસ્ટ્રીક્ટ ગાંધીનગર, તાલુકો-ગાંધીનગર, મોજે ગામ પોરની સીમનો નવો બ્લોક નં.- ૨૪૭ (જુનો બ્લોક નં. ૬૫૯/અ) જેનું શ્રેત્રફળ ૩૯૩૫૬ ચો.મી. વાળી મિલકત પૈકી ૨૬૭૦૫.૪૮ ચો.મી. વાળી તે અમારા અસીલોના વડવાના નામે સ્વ. ડાહ્યાભાઈ લલ્લુભાઈ પટેલે ૧૯૭૨ અને ૧૯૮૦માં વેચાણ રાખેલ અને તે અંગેના મૂળ માલિકો જેવા કે સ્વ. કલીબેન ભુલાભાઈ પટેલ, સ્વ. શામળભાઈ ભુલાભાઈ પટેલ તથા સ્વ. હીરાબેન ભુલાભાઈ પટેલ ભેગા મળીને વેચાણ અંગેના કાયદેસર લખાણો કરી આપેલ છે અને સદરહુ મિલકતનો પ્રત્યેક્ષ કબ્જો ૧૯૭૨ થી ૧૯૮૦ની સાલમાં અમારા અસીલોના વડવાઓને સુપ્રત કરેલ છે. ત્યારથી તેઓ માલિક અને કબ્જેદાર થયેલ છે અમારા અસીલોના વડવા ગુજરી જતા અમારા અસીલો (૧) પ્રવીણભાઈ ડાહ્યાભાઈ પટેલ (૨) સ્વ. રાવજીભાઈ ડાહ્યાભાઈ પટેલના વારસો (૨.૧) અશોકભાઈ રાવજીભાઈ પટેલ (૨.૨) સંગીતાબેન રાવજીભાઈ પટેલ (૨.૩) અનિતાબેન રાવજીભાઈ પટેલ (૩) સ્વ. દશરથભાઈ ડાહ્યાભાઈ પટેલના વારસો (૩.૧) સુમિત્રાબેન તે દશરથભાઈ ડાહ્યાભાઈ પટેલની વિધવા ઓરત (૩.૨) કૌશલ ઉર્ફે હિતેશ દશરથભાઈ પટેલ (૩.૩) સાવન ઉર્ફે સ્વામી દશરથભાઈ પટેલ (૪) કુસુમબેન તે ડાહ્યાભાઈ લલ્લુભાઈ પટેલની પુત્રીને વરસાઈ હક્કથી સદરહુ મિલકત મળેલ છે. અને પ્રત્યેક્ષ કબજો ધરાવે છે. અને ખેતી કરતા આવેલ છે અને કરે છે. અને આ અમારી સદરહુ મિલકત માલિકી કબ્જા ભોગવટાની આવેલી છે. અમારા અસીલોએ મુળ માલિકો સામે ગાંધીનગરના મહેરબાન પ્રિન્સીપલ સીવીલ જજ સાહેબની કોર્ટમાં રે.ડી.મુ.નં.- ૨૧/૨૦૧૨નો દાવો ફાઈલ કરેલ છે અને મનાઈ હુકમની માંગણી કરતી અરજી દાવા સાથે રજુ કરેલ છે અને નામદાર કોર્ટ મનાઈ અરજી ઉપર દાવાવાળી મિલકતની યથાવત પરિસ્થિતિ જાળવી રાખવાનો હુકમ કરેલ છે અને હુકમ હાલમાં ચાલુ છે. સદરહુ મિલકતમાં નીચે જણાવેલ માલિકોનો કોઈપણ જાતનો હક્ક, હિસ્સો કે અધિકાર નથી જેથી સદરહુ મિલકત અંગે સ્વર્ગવાસ કલીબેન તે ભુલાભાઈ જીવાભાઈ પટેલની પુત્રી જેના વારસો જગદીશભાઈ ચુનીભાઈ પટેલ તથા સ્વર્ગવાસ પોપટભાઈ ચુનીભાઈ પટેલના વારસો (૧) રમાબેન પોપટભાઈ પટેલ (૨) જયશ્રીબેન પોપટભાઈ પટેલ (૩) કૌશિકભાઈ પોપટભાઈ પટેલ (૪) સ્મિતાબેન પોપટભાઈ પટેલ (૫) મુકેશભાઈ પોપટભાઈ પટેલ સાથે સદરહુ મિલકત વેચાણ અંગે જેવા કે બાનાચીઠ્ઠી, બાનાખત, વેચાણનો કરાર, દસ્તાવેજ, કે અન્ય કોઈપણ જાતની કાર્યવાહી કરવી નહીં કે કોઈપણ વ્યક્તિએ કે શખ્સે સદરહુ મિલકત અંગે, વેચાણ અંગેની કે નાણાકીય વ્યવહારો કરશે તો અમારા અસીલોને બંધનકર્તા રહેશે નહીં જેની નોંધ લેશો. મારી મારફતે અર્ચના પી. પટેલ એડવોકેટ મો. ૯૯૭૪૧૦૦૩૧૨ ૩૩૦, સરસ્વતીનગર કો. ઓ. હા. સોસાયટી, આંબાવાડી, અમદાવાદ
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap