DISTRICT Vadodara
VILLAGE Tandalja
CITY vadodara
SURVEY# 330 and 333/1
NOTICE CONTENT
This public notice is issued by Advocate Sudha K. Iyengar on behalf of our client Chetan Bhanubhai Patel, residing at 5, Saptaarshi Society, Nizampura, Vadodara. This notice informs that the land situated at village Tandalja, district Vadodara, bearing survey number 330 and 333/1, originally owned by Sukhlal Chuthalal Mali, Narayan Sukhlal Mali and Natwarbhai Sukhlal Mali, was subject to a sale agreement in favor of our client. They executed several documents, agreements, and power of attorney in favor of our client, and received the sale consideration for the property. Our client is currently pursuing necessary legal proceedings with the government on behalf of the owners. Despite this, heirs of Sukhlal Chuthalal Mali and Narayan Sukhlal Mali, and Natwarbhai Sukhlal Mali, are attempting to act against our client's rights and interests, motivated by greed for additional money. They have published a public notice on 12/3/2025, attempting to revoke the power of attorney given in favor of our client. This notice is illegal and void, as it cannot revoke the power of attorney granted in favor of our client. In these circumstances, our client has filed a suit against them in the Court of the Senior Civil Judge, Vadodara, bearing Special Case No. 65/2025, seeking specific performance of the agreement and ancillary relief. The hearing of this suit is pending. Therefore, this public notice is given to ensure that no one enters into any agreements, documents, or transactions with the heirs of Sukhlal Chuthalal Mali, Narayan Sukhlal Mali, and Natwarbhai Sukhlal Mali, regarding the property, as any such action would be illegal and against the rights and interests of our client. Legal action will be taken against them. Take note. Date: 2-4-2025, Vadodara.
ગુજરાતી નોટિસ
અમારા અસીલ ચેતન ભાનુભાઇ પટેલ રહેવાસી : ૫, સપ્તર્ષિ સોસાયટી, નિઝામપુરા, વડોદરાની સુચનાથી આથી અમો એડવોકેટ સુધા કે. આયંગર આ જાહેર ચેતવણી આપી જણાવીએ છીએકે, રજીસ્ટ્રેશન ડીસ્ટ્રીક્ટ વડોદરાના મોજે ગામ તાંદલજાના રે.સ. નંબર : ૩૩૦ અને ૩૩૩/૧ વાળી જમીન જે મુળ સુખલાલ ચુથાલાલ માળી, નારાયણ સુખલાલ માળી તેમજ નટવરભાઇ સુખલાલ માળીની માલીકી કબજા ભોગવટાની હતી. તે મીલકત બાબત તેઓએ અમારા અસીલના લાભમાં સદર મીલકત વેચાણ આપવા બાબતનો સમજુતી કરાર કરી આપ્યો હતો અને ત્યાર બાદ પણ વારંવાર જુદા જુદા લખાણો, કરારો તેમજ કરારમાં જણાવેલી કાર્યવાહીઓ કરવા કુલ મુખત્યાર પત્ર વખતો વખત કરી આપેલા છે અને મીલકત વેચાણ સબંધી વેચાણ કિંમતની રકમો પણ તેઓએ સ્વીકારેલી છે. આ મીલકત બાબત હાલમાં સરકારશ્રી સમક્ષ જરૂરી કાર્યવાહી માલીકોના કુલ મુખત્યાર તરીકે અમારા અસીલ કરી રહ્યા છે. તેમ છતાં, અન્ય કોઇની ચઢવણીથી તેમજ વધુ નાણાં મેળવવાના બદ આશયથી મૈ. સુખલાલ ચુથાલાલ માળી અને મૈ. નારાયણ સુખલાલ માળીના વારસો તેમજ નટવરભાઇ સુખલાલ માળીનાઓ અમારા અસીલના હકક, અધીકાર વિરુધ્ધ વર્તન કરવાના પ્રયત્નો કરી રહ્યા છે અને તેવી બદ દાનતથી અમારા અસીલના લાભમાં આપવામાં આવેલ અવેજી કુલમુખત્યારપત્ર રદ કરવા માટેની એક જાહેર નોટીસ તારીખ : ૧૨/૩/૨૦૨૫ ના રોજ પ્રસિધ્ધ કરાવેલી છે. આમ, અમારા અસીલના લાભમાં આપવામાં આવેલ અવેજી કુલ મુખત્યાર પત્ર રદ ન થઇ શકે તેવુ હોવા છતાં જે નોટીસ આપેલી છે તે ગેર કાયદેસર અને રદ બાતલ છે. આ સંજોગોમાં અમારા અસીલે તેઓ તમામ વિરુધ્ધ કરારનો વિશેષ અમલ કરાવી લેવા તેમજ તેને આનુષાંગિક દાદ મેળવવા માટે મે. વડોદરાના સીનીયર સીવીલ જજ સાહેબની કોર્ટમાં સ્પે. મુ.નંબર : ૬૫/૨૦૨૫ નો દાવો દાખલ કરેલો છે અને તેની સુનાવણી હજી બાકી છે. ઉપર જણાવેલ હકીકતને ધ્યાનમાં લઇ આ જાહેર ચેતવણી આપવામાં આવે છે કે, ઉપરોક્ત મીલકત બાબત અમારા અસીલના હકક, અધીકાર વિરુધ્ધ મૈયત સુખલાલ ચુથાલાલ માળી અને મૈયત નારાયણ સુખલાલ માળીના વારસો તેમજ નટવરભાઇ સુખલાલ માળી વિગેરે સાથે કોઇએ કોઇપણ પ્રકારના કરારો, લખાણો કે વ્યવહારો કરવા નહી અને જો કરવામાં આવશે તો તે અમારા અસીલના હકક, અધીકાર વિરુધ્ઘ ગેર કાયદેસર હોય તેઓ વિરુધ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેની નોંધ લેશો. તારીખ: ૨-૪-૨૦૨૫, વડોદરા. ૨૦૮, અધ્વિતિય કોમ્પલેક્ષ, અમારા અસીલની સુચના અન્વયે અર્પણ કોમ્પલેક્ષ પાછળ, = નિઝામપુરા, વડોદરા. સુઘા આયગર મો.નં.૯૮૨૫૩૨૦૪૮૯ એડવોકેટ)
NEWSPAPER CLIPPING
Newspaper Notice

Explore More

Discover detailed information about this project on TownPlanMap